શિક્ષકે જેંતીની પરીક્ષા લેવા પ્રશ્ન પૂછયો : જેંતી, જો હું તને બે ગાય આપું, બીજી બે ગાય આપું અને વળી પાછી બે ગાય આપું તો તારી પાસે કુલ કેટલી ગાયો થશે ?
જેંતી : સાત !
શિક્ષક : નહીં, ધ્યાન દઈને સાંભળ. જો હું તને બે ગાય આપું, બીજી બે ગાય આપું અને વળી પાછી બે ગાય આપું તો તારી પાસે કુલ કેટલી ગાયો થશે ?
જેંતી : સાત !
શિક્ષક : તને બીજી રીતે કહું. જો હું તને બે લખોટી આપું, બીજી બે લખોટી આપું અને વળી પાછી બે લખોટી આપું તો તારી પાસે કુલ કેટલી લખોટીઓ થશે ?
જેંતી : છ !
શિક્ષક : સારું ! હવે હું તને બે ગાય આપું, બીજી બે ગાય આપું અને વળી પાછી બે ગાય આપું તો તારી પાસે કુલ કેટલી ગાયો થશે ?
જેંતી : સાત !
શિક્ષક : ત્રણ વખત બે ગાયોનો સરવાળો તું સાત કરે છે ?
જેંતી : મારી પાસે એક ગાય તો છે જ.....!!!!!
No comments:
Post a Comment