Tuesday, 20 March 2012

જિંદગી માટે ના સુવાક્યો

 

 

આ દુનિયામાં આપણું કંઈ જ નથી, સિવાય કે સમય..!!
**************************

સ્વર્ગ જેવું બીજું કયું સ્થળ છે, જ્યાંથી તમને કોઈ જ કાઢી ન શકે?

– સ્મૃતિ..!!

**************************

આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્)નસીબ..!!

**************************

સંતાકૂકડીમાં નહીં જડતો જણ એટલે ભગવાન..!!

**************************

ઘડિયાળમાં બે કાંટા ભેગા થાય એટલે બાર વાગે. કાંટા જેવા બે માણસ ભેગા થાય એટલે ત્રીજાના બાર વાગે..!!

**************************

આપણો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ક્લોકની જેમ ખરે સમયે રણકીને આપણને ચેતવી દે..!!

**************************

મૌન એક અનોખું અલંકાર છે. તે મૂર્ખ માણસના હોઠ પર વધુ શોભી ઊઠે છે..!!

**************************

જેક હરબર્ટ નામના વિદ્વાન કહે છે કે પૃથ્વી પર સર્વપ્રથમ સર્જન આદમથી થયું અને એ જ પૃથ્વીનો અંત આદમના વંશજોએ બનાવેલા એટમ (બોમ્બ)થી થશે..!!

**************************

ફરજ શબ્દ ભારે છેતરામણો છે. એ વસ્તુ એવી છે, જેની આપણે હંમેશાં બીજા પાસે જ અપેક્ષા રાખીએ છીએ..!!

**************************

પ્રાર્થના કરો ત્યારે પ્રભુ પાસેથી પ્રત્યુત્તરની અપેક્ષા કદી ન રાખશો, નહીંતર એ પ્રાર્થના અને ચીલાચાલુ પત્રવ્યવહાર વચ્ચે કશો જ તફાવત નહીં રહે..!!

**************************

કોઈને પોતાનો ઘનિષ્ઠ મિત્ર બનાવતાં પહેલાં એના જાની દુશ્મનો કોણ કોણ છે એ પણ જાણી લેવું એટલું જ જરૂરી છે..!!

**************************

આપણી પાસે કંઈ ન હોય કરુણતા નથી, પરંતુ આપણું કોઈ ન હોય એ જ સૌથી મોટી કરુણતા કહેવાય..!!

**************************

આપણી બધી જ ત્રુટિઓ જાણ્યા પછી પણ આપણને અપનાવી લે એ મિત્ર અને આપણી બધી જ બાહોશી જાણ્યા પછી બિરદાવવાને બદલે જે એને લલકારે એ દુશ્મન..!!

**************************

‘નાની નાની બાબતમાં અકળાઈ જવું નહીં…’ એવી સલાહ વારંવાર આપતા ‘ડાહ્યા’ માણસોને એકાદ વાર મચ્છરવાળા ઓરડામાં સુવડાવવા જોઈએ..!!

**************************

યુદ્ધની ઉત્તેજના અને સનસનાટી માણવી હોય તો મોરચે જવાની જરૂર નથી. એના માટે બે રસ્તા છે. એક, નાની નૌકામાં સમુદ્રપ્રવાસ કરો અને બીજો, ઉતાવળે લગ્ન કરી લો..!!

**************************

એક સ્પેનિશ કહેવત અનુસાર સાચી મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે. એટલે જ મિત્રના મૃત્યુ કરતાં મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે..!!

**************************

તમને જો દુશ્મન જોઈતા હોય તો મિત્રોથી ચઢિયાતા બનજો… મિત્ર જોઈતા હોય તો મિત્રોને તમારા પર સરસાઈ મેળવવા દેજો..!!

**************************

સ્ત્રી એના જીવનકાળ દરમિયાન પુરુષને માત્ર બે વાર જ સમજી નથી શકતી. એક, લગ્ન પહેલાં અને બે, લગ્ન પછી..!!

**************************

લીલુંછમ ઘાસ એ પ્રભુના હાથમાંથી સરકી ગયેલો રૂમાલ છે. જેના એકાદ છેડે કદાચ એનું નામ ગૂંથેલું પણ હોય..!!

**************************

આ જમાનામાં ધન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. મળ્યા પછી જાળવવું મુશ્કેલ છે. જાળવ્યા પછી તેને યોગ્ય રીતે વાપરવું તો સૌથી વધુ મુશ્કેલ છે..!!

**************************

બે સ્ત્રી વચ્ચે સમાધાન કરાવતાં જેટલો સમય લાગે એના કરતાં ઓછા સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સમસ્ત કશ્મીરની સંધિ કરાવી શકાય..!!

**************************

ઘણા બધા રોગ ઉપરવાળો ઈશ્વર મટાડી દે છે. ગુડ, પણ આમાં પ્રોબ્લેમ એ છે કે એની બધી ફી નીચેવાળો ડોક્ટર વસૂલ કરી જાય છે..!!

**************************

રોજને રોજ આપણે કંઈને કંઈ નવું શીખીએ છીએ. ઘણી વાર તો ગઈકાલે આપણે જે શીખેલા તે ખોટું હતું તે વાત આજે શીખીએ છીએ..!!

**************************

બીજા કોઈને નુકસાન પહોંચાડ્યા વગર, કોઈનાય હક ડુબાડ્યા વિના તમે જે કંઈ ઝંખો એ પ્રાપ્ત કરવાની શક્તિ કેળવી લો તેનું નામ સફળતા..!!

**************************

ઘરની ઘેલી સારી, પણ બહારની ડાહી માઠી..!!

**************************

૧૮મી સદીના વિખ્યાત ફિલોસોફર મેમ-ડી-સ્ટેઈલ કહેતા કે…

જેમ જેમ મને માણસ નામના પ્રાણીનો વધુ પરિચય થતો જાય છે તેમ તેમ મને હવે કૂતરાં-બિલાડી જેવાં પ્રાણી વધુ ગમવા માંડ્યા છે..!!

**************************

રૂમાલ આંસુ લૂછે છે, પરંતુ ખરો પ્રેમ પેલાં આંસુનું કારણ ભૂંસે છે..!!

**************************

સ્વજનનું સ્મરણ એ મિલનનું જ એક સ્વરૂપ છે..!!

**************************

કેટલીક વ્યક્તિને તમે રૂબરૂ મળો તો બહુ રુક્ષ વ્યવહાર કરે, પરંતુ આ જ વ્યક્તિને ફોન પર વાત કરવાની અચ્છી ફાવટ હોય છે. ફોન પર એ એવી મીઠાશથી વાત કરે કે ફોનને બીજે છેડે હો તોય તમને ડાયાબિટીસ થઈ જાય… આવી વ્યક્તિ મોટે ભાગે નેતા, રાજદૂત કે પીઆરઓ જ હોય છે..!!

**************************

શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બંને વાંચે છે..!!

**************************

પુણ્ય અને પૈસા વચ્ચે એક સામ્ય છેઃ બંને કમાવા મુશ્કેલ છે, પરંતુ બંનેને ગુમાવવાનું બહુ સહેલું છે..!!

**************************

વધુપડતી સારી ટેવો પાડવા કરતાં તો ઓછામાં ઓછી ટેવો પાડવામાં જ જીવનનું શાણપણ સમાયું છે..!!

**************************

વૃક્ષ પરનો માળો અને માનવીના મૌન વચ્ચે એક ગજબનું સામ્ય છે. માળો પક્ષીને આશ્રય આપે અને મૌન તમારી વાણીને..!!

**************************

માના ખોળામાં સૂતેલું બાળક હસે ત્યારે અચૂક માનજો કે નવી પરીઓ જન્મે છે અને બાળક રડે ત્યારે માનજો કે પેલી પરીઓ અચાનક અદ્રશ્ય થઈ ગઈ..!!

**************************

મૈત્રીમાં દુભાયેલો દોસ્ત ક્યારેક આપણો જ દાનો દુશ્મન બની જાય છે!

તાજા કલમઃ આ જ વાત ચૂંટણી વખતે ટિકિટ ન મળી હોય એ ઉમેદવાર એના પક્ષ માટે પુરવાર કરે છે..!!

**************************

રાલ્ફ વાલ્ડો ઈમરસન નામના વિદ્વાન કહે છે:

ગુસ્સો બહુ ખરાબ ચીજ છે. એક મિનિટ માટે પણ તમે કોઈ પર ગુસ્સે થાવ તો તમારા જ જીવનનો તમે ૬૦ સેકન્ડનો અમૂલ્ય આનંદ ગુમાવો છો..!!

**************************

No comments:

Post a Comment