એક વાર એક કંજૂસ છોકરો એક કંજૂસ છોકરીના પ્રેમમાં પડ્યો…
છોકરી : જયારે પપ્પા સુઈ જશે, ત્યારે હું ગલીમાં સિક્કો નાંખીશ, આવાજ સાંભળી ને તું તરત આવી જજે..
બીજા દિવસે નક્કી કર્યા મુજબ કંજૂસ છોકરો ઇશારાની રાહ જોતો ગલીમાં ઉભો રહ્યો…
થોડી વાર બાદ છોકરીએ ગલીમાં સિક્કો નાખ્યો..
પરંતુ છોકરો સિક્કો નાખ્યા પછી એક કલાક બાદ આવ્યો…
છોકરી : આટલી બધી વાર કેમ લાગી?
છોકરો : હું સિક્કો શોધતો હતો, ક્યાંક વળી મળી જાય તો!?!
છોકરી : અરે જાનુ!! તું મને પ્રેમ કરે છે.. પણ તેં હજુ મને ના ઓળખી??!!
તે સિક્કો મેં તો દોરા માં બાંધી ને ફેંક્યો હતો, નીચે પડ્યા બાદ ફરી ઉપર ખેંચી લીધો!!
ગુજ્જુ રોક્સ :)




No comments:
Post a Comment