Saturday, 31 March 2012

સોફ્ટવેર એન્જિનિયર ની પતિ-પત્નીની તડાફડી


પતિ, સાંજે ઘરે આવતાં પત્નીને, ;વ્હાલી, , I am logged in.
પત્ની: નાસ્તામાં શું લેશો?
પતિ: Hard disk full.
પત્ની:તમે મારા માટે સાડી લઇ આવ્યા?
પતિ:Bad command or file name
પત્ની: આપણી સવારે વાત થઇ હતી ને, સાંજે સાડી લાવવાની.
પતિ: Erroneous syntax, abort, retry, cancel.
પત્ની:હે ભગવાન! ચાલો જવા દો, પગાર મળ્યો? લાવો.
પતિ:file in use, read only, try after some time.
પત્નીઃમને તમારું ક્રેડિટ કાર્ડતો આપો, મારે ખરીદી કરવી છે.
પતિઃSharing violation, access denied.
પત્ની:તમારી સાથે લગ્ન કર્યા તે મારી ભૂલ હતી.
પતિ:data type mismatch.
પત્ની:તમે કોઇ કામના નથી!
પતિઃby default
પત્નીઃસવારે તમારી સાથે કારમાં કોણ હતી?
પતિઃsystem unstable press ctrl, alt, del to Reboot.
પત્નીઃતમે કોઇ દી મારી કદર કરી છે?
પતિઃunknown virus detected
પત્નીઃ તમે મને પ્રેમ કરો છો કે તમારા કોમ્પ્યુટરને?
પતિઃToo many parameters
પત્નીઃહું મારા મમ્મીના ઘરે ચાલી જઇશ
પતિઃprogram performed illegal operation, it will Close
પત્નીઃહંમેશ માટે
પતિઃclose all programs and log out for another User.
પત્નીઃતમારી સાથે વાત કરવીય નકામી છે.
પતિઃ shut down the computer.
પત્ની;હું જાઉં છું
પતિઃ Its now safe to turn off your computer.

તમે ક્યારેય આમ વિચાર્યું?


જો તમે કોમ્પુટર ની સામે બેઠા હો તો ક્યારેય વિચાર્યું કે કોમ્પુટર શું વિચારતું હશે?
“Intel Inside Mental Outside”
ઓય!! હસો નહિ જોક્સ પુરો નથી થયો..
જો તમે ફ્રીજ ની સામે ઉભા હો ત્યારે ફ્રીજ શું વિચારતું હશે?
“Cool Inside n Fool Outside”
.
.

હવે તો હસો જોક્સ પુરો થઇ ગયો..

ફેસબુક મુવીઝ


“મુજ સે ફ્રેન્ડશીપ કરોગે” બાદ હવે આવનાર મુવીઝ…
“લાઈક્સ” ના મિલેગી દોબારા
કભી ફેસબુક કભી ટ્વીટર
હમ બ્લોક હો ચુકે સનમ
આઈ હેટ ફેક આઈડીઝ
ફેસબુકને બના દી જોડી
જબ પોક કિયા તો ડરના ક્યા!
મેરે બ્રધર કી ફેસબુક આઈ.ડી.
ઈનબોક્ષ આજકલ
મેરી રીક્વેસ્ટ એક્સેપ્ટ કરો સનમ
જબ વી ચેટ
હમ આપકે હૈં મ્યુચ્યુઅલ ફ્રેંડ
સાત ગાલી માફ

એ.ટી.એમ. માંથી તમે પૈસા કેમ કાઢશો ?


છોકરા કેવી રીતે એ.ટી.મ. માંથી પૈસા કાઢશે..?
૧)ગાડી પાર્ક કરી.
૨)એ.ટી.મ.મશીને ગયો.
૩)કાર્ડ નાખ્યું.
૪)પાસવર્ડ નાખ્યો.
૫)પૈસા લીધા.
૬)કાર્ડ લીધું.
૭)ગાડી ચાલુ કરી અને ચાલ્યો..


છોકરીઓ નો વારો..
૧) ગાડી પાર્ક કરી.
૨)મેક અપ ચેક કરશે..
૩)ગાડી બંધ કરવાનો પ્રયત્ન કરશે.
૪)પાછો એક વાર મેક અપ કન્ફર્મ કરશે કે હું જ છું ને!
૫) એ.ટી.મ.મશીને જશે.
૬)પર્સ માં કાર્ડ શોધશે..
૭)કાર્ડ નાખશે..
૮)ટ્રાન્ઝેકશન ફેઈલ..
૯)કેન્સલ દબાવશે..
૧૦)પાસવર્ડ ની ચિઠ્ઠી ને પર્સ માં શોધશે..
૧૧)કાર્ડ નાખશે..
૧૨)પાસવર્ડ નાખશે..
૧૩)પૈસા લેશે..
૧૪)ગાડી પાસે જશે..
૧૫)પાછો મેક અપ કન્ફર્મ કરશે!
૧૬)ગાડી ચાલુ કરશે
૧૭)પાછી બંધ પડી ગઈ (યાદ આવ્યું કે કાર્ડ તો ત્યાં જ રહી ગયું)
૧૮)એ.ટી.એમ પર જશે..(આફ્ટર કન્ફર્મિંગ મેક અપ)
૧૯)કાર્ડ લેશે
૨૦)ગાડી પાસે આવશે (અગેઇન કન્ફર્મિંગ મેક અપ)
૨૧)ગાડી ચાલુ કરશે..
૨૨)છેલ્લી વાર અરીસા માં જોઈ પાછું મેક અપ કન્ફર્મ કરી લેશે…(મન માં વિચારશે હાય હાય આ તો હું!! કેટલી સુંદર!)
૨૩)ગાડી બંધ ના પડી..(ગાડી ના ભાગ્ય સારા હશે!!)

૨૪) ફાઈનલી ગોઈંગ બેક ટુ હોમ…..

ગર્લફ્રેન્ડને તો પ્રપોઝ કંઇક આમ જ કરાય…


સુથારઃ
છોલવું કારણ વિના એ એમની લત હોય છે…
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે…
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે…
એમની પાસે નજરની એક કરવત હોય છે !!!

લુહારઃ
ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે…..
રોજ બદલાતી હથોડી હોય છે !!!

ટપાલીઃ
તારી ગલીમાં જાતને વહેંચ્યા કરું છું
હું તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કો’ક ને વહેંચ્યા હું કરું છું !

ટાલ ધરાવનારઃ
હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો, બેવફા…
તું મસ્તકે થી વાળ પણ લેતી ગઈ !

સેલ્સમેનઃ
સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ વાપરો
તો દિલ મફતમાં ભેટ છે !!!

પાયલોટઃ
રન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છે
તારી નજરનો જોકે જુદેરો પ્રકાર છે
જગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જો
સિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે !!

દરજીઃ
ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ?
પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહું
આમ તો કાતર જુની છે, તોય રઘવાયી રહે
પારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !!

પોલીસ:
હથકડી હૈયાની નહીં તૂટી શકે !
મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !
તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં
પણ વગર હપ્તે નહીં છૂટી શકે !

ઈંગ્લીશ બોલતો ગુજરાતીઃ
ફિલ્ડ છે લવનું ડીયર, તું ફલર્ટ કર ને ફ્લાય કર
તન થયું ટાયર્ડ, તો તું મનને મેગ્નીફાય કર
પ્રેમમાં ઈનફેક્ટ, યુ સી, ન્હોય પરમેનન્ટ કૈં
તુંય થા બીઝી ગમે ત્યાં, ને ગમે ત્યાં ટ્રાય કર !!

દૂરદર્શનનો ઉદ્દઘોષકઃ
પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપર
હે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપર
ખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શને
એક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર

ક્રિકેટરઃ
છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છે
ડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છે
થર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છે

આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે ?