Tuesday, 10 April 2012

કોલેજમાં છોકરીઓના કેટલાક પ્રખ્યાત નામ !!!

ગગાએ આ પ્રશ્નનો ઉત્તર આપ્યો.કૉલેજમાં જોવા મળતી છોકરીઓના સૌથી પ્રખ્યાત નામો બતાવો.?

ઉત્તરઃ આમ તો કૉલેજમાં જોવા મળતી છોકરીઓના પોત-પોતાના નામ હોય છે, પરંતુ છોકરાઓની ટોળકીમાં તેઓ કઇંક અલગ નામથી ઓળખાય છે.

કૉલેજમાં જોવા મળતી છોકરીઓનું સૌથી પ્રખ્યાત નામ છે 'મારા વાળી'. આ નામ મોટે ભાગે કોલેજને દરેક સુંદર છોકરીને માંગ્યા વીના જ મલી જાય છે.

મોટાભાગના છોકરાઓ કોઈ છોકરીને પહેલી વખત જોઈને મારા વાળી જ કહી દેતા હોય છે. આ નામ લેતા જાણે છોકરાના મો પર સ્માઇલ અને ગર્વનો ભાવ આવી જતો હોય છે. તેને ડ્રીમ ગર્લનું બગડેલુ સ્વરૂપ પણ કહી શકાય છે.

કૉલેજમાં બીજુ સૌથી પ્રખ્યાત નામ છે 'તારા વાળી' આ નામ મોટે ભાગે છોકરાઓ તેમના દોસ્તની ડ્રીમ ગર્લને આપી દેતા હોય છે. તેનો ઉપયોગ તેઓ મિત્રને ખીજાવવા અથવા તો તેને એના વીશે કઈંક કહેવા માટે કરતા હોય છે, તે તેની રાણી તેની આંખાની સામે છે, તો તેને જોઈને એ ખુશ થઈ શકે છે.

કૉલેજમાં છોકરીઓ માટે પ્રયોગ થનારા નામોમાં એક વધારે નામ છે 'તારી ભાભી'. જ્યારે કોઈ છોકરો પોતાની પસંદની છોકરી સાથે પોતાના સ્વપ્નાઓ જોડી લે છે, ત્યારે તે 'મારા વાળી'ના સ્થાને 'તારી ભાભી'નો પ્રયોગ કરે છે. આ નામનો પ્રયોગ કરવાની પાછળ મૂળ ભાવના હોય છે પોતાના મિત્રોને એ જણાવવુ કે તેઓ હવે તે છોકરી ઉપર ડોરા નાંખવાના બંધ કરીદ દે અને પોતાનો ફોકસ ક્યાંક બીજે શિફ્ટ કરી દે.

ત્યાંજ એક અન્ય પ્રખ્યાત નામ છે 'મારી ભાભી'. આ નામ ત્યારે પ્રયોગ થાય છે જ્યારે છોકરાઓ પણ મિત્રની પસંદનું સમ્માન કરવાનું શરૂ કરી દે. ત્યારે તારા વાળીનું સ્થાન 'મારી ભાભી'નું નામ આવી જાય છે.

આમ તો છોકરીઓના કેટલાક અન્ય નામો પણ કૉલેજમાં ખાસ્સા પ્રખ્યાત હોય છે, પરંતુ સૌથી પ્રખ્યાત નામોમાં શામેલ એક વધુ નામ છે 'બહેનજી'. આ નામ તે છોકરીઓને આપવામાં આવે છે જેઓને છોકરાઓને કોઈ પસંદ નથી કરતુ. છોકરાઓ મજાકમાં આ નામનો પ્રયોગ કરે છે. પરંતુ છોકરીઓમાં કોઈ પણ આ નામને સાંભળવાનું પસંદ કરતું નથી.

No comments:

Post a Comment