એક વખત વિમાનમાં બાપુએ બારી પાસેની સીટ લીધી. થોડીવારમાં એક ભાઈ પોતાના કુતરા સાથે આવ્યા. એણે કુતરાને બે જણાની વચ્ચે બેસાડ્યો. એટલે બાપુએ કહ્યું કે વિમાનમાં સાથે કુતરો લઈ જવાની મનાઈ છે. પેલા ભાઈએ કહ્યું કે હું એરપોર્ટનો સી.આઈ.ડી.પોલીસ ઓફિસર છું. વિમાનમાં જાસુસી કરવા માટે આ ખાસ કુતરો રાખ્યો છે. એનું નામ સ્નીફર ડોગ છે. જે સુગંધ લઈને કોની પાસે શું છે તે શોધી કાઢે છે.
બાપુએ કહ્યું ખરેખર? એટલે ઓફિસરે કહ્યું વિમાન ઉડવા દો એટલે હું તમને બતાવીશ. વિમાને ઉડાનભરી અને થોડીવારમા પેલા ઓફિસરે સ્નીફરને શોધખોળ કરવા કહ્યું એટલે કુતરો સુંઘતો સુંઘતો આગળ ગયો અને એક બહેન પાસે બેઠો. થોડીવાર પછી તે પાછો આવ્યો અને પોતાનો એક પગ ઓફિસરના હાથ ઉપર મુક્યો. એટલે ઓફિસરે કહ્યું કે પેલી બાઈ પાસે મેરવાના નામની ડ્રગ છે. મેં તેનો સીટ નંબર નોધી દીધો છે અને એરપોર્ટ પોલીસને જણાવી દઈશ.
થોડીવાર પછી ઓફિસર પાછો કુતરાને મોકલ્યો. આ વખતે કુતરો એક ભાઈ પાસે બેસીને પાછો આવ્યો અને ઓફિસરના હાથ ઉપર પોતાના બંને પગ મુક્યા એટલે ઓફિસર બાપુને કહ્યું કે પેલા પાસે કોકેન છે, એનો સીટ નંબર નોધીને હું એરપોર્ટ પોલીસને જાણ કરીશ.
પાછો કુતરાને ઓફિસરે મોકલ્યો એટલે કુતરો સુંઘતો સુંઘતો ગયો અને એક જગ્યાએ સીટની નીચે થોડીવાર બેઠો અને એકદમ જોરમાં દોડતો દોડતો આવ્યો અને કુદીને પોતાની સીટ ઉપર બેસીને ચારે તરફ ટટ્ટી કરવા માંડ્યો.
કુતરાએ ટટ્ટી કરી એટલે બાપુને ખુબ જ સૂગ ચઢી એટલે એમને પેલા ઓફિસરને કહ્યું કે તમારો ટ્રેન્ડ કુતરો આ બધું શું કરે છે? એટલે પેલા ઓફિસરે એકદમ નિરાશાભર્યા સ્વરે કહ્યું કે એ જ્યાં સુંઘીને આવ્યો ત્યાં બોમ્બ છે!
No comments:
Post a Comment